“અનુબંધમ“ ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક (DET) તરફથી એક પહેલ છે. તેનો મુખ્ય હેતુ ગુજરાત રાજયના યુવાનોને ઉચ્ચ પ્રકારનું વ્યવસાયિક માર્ગદર્શન તથા રોજગાર સેવાઓ પ્રદાન કરવાનું છે.
રોજગારી માટેના વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન “અનુબંધમ” નું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે “રોજગાર દિવસ” અંતર્ગત ૦૬ ઓગસ્ટ, ૨૦૨૧ ના દિવસે થયુ.
“અનુબંધમ” ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ નિયામક (DET) તરફથી એક પહેલ છે. તેનો મુખ્ય હેતુ ગુજરાત રાજયના યુવાનોને ઉચ્ચ પ્રકારનું વ્યવસાયિક માર્ગદર્શન તથા રોજગાર સેવાઓ પ્રદાન કરવાનું છે. જે યુવાનો રોજગારીની શોઘમાં હોય તેમને “અનુબંધમ” વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંઘણી કરાવી તેમને જે તે ક્ષેત્રના નોકરીદાતાની યાદી નિભાવી સારામાં સારી રોજગારીની તકો આપે છે.
“અનુબંધમ” ની વેબસાઈટ (https://anubandham.gujarat.gov.in/home) અને મોબાઈલ એપ (https://play.google.com/store/apps/details?id=det.anubandham) દ્વારા આપ જેવી રીતે રોજ્ગાર કચેરી માં નામ નોંધણી કરાવો છો તેવી જ રીતે ઓનલાઈન નામ નોંધણી કરી શકાશે તેમજ ઉપલબ્ધ રોજગારીની તકો શોધી શકાશે. ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી નોકરી મેળવી શકાશે.
નામ નોધણી માટે આપ આપણી કોલેજ નો સંપર્ક કરી શક્શો. કોલેજ દ્વારા પણ તમારી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે.