વર્ષ ૨૦૦૭માં કોલેજની સ્થાપના થઇ. શરૂઆતમાં I.T.I ની હોસ્ટેલ બિલ્ડીંગમાં કાર્ય શરૂ કર્યું. નેત્રંગ કોલેજના આચાર્યશ્રી જે.સી.ઠાકોરની મથામણથી અને મંજુલાબેન વસાવા તા.પ.સભ્યના સહયોગથી કોલેજ ધમધમી, ત્યારબાદ ૨૦૦૯માં જુનાગઢના ઉત્સાહી ર્ડા. કે.ડી.ટીલવા આ કોલેજના આચાર્ય તરીકે જોડાયા તેમની પ્રયત્નથી કોલેજ માટે પાનસર રોડ ઉપર કોલેજ માટેની જગ્યા ફાળવવામાં આવી અધતન સુવિધા જનક બિલ્ડીંગ તૈયાર થયું. ૨૦૧૪ થી કોલેજને તેનું નવુ મકાન મળ્યું. તેવી જ રીતે વિદ્યાર્થીઓને પુસ્તકાલય, કમ્પ્યુટર રૂમ અને સુવિધા જનક બેઠક વ્યવસ્થા પ્રાપ્ત થઇ.