“જીવનને અનમોલ ગણીએ ઈતિહાસને સંસ્કૃતિને જાણીએ.” 

“ઈતિહાસ ભૂતકાળનો સાક્ષી અને વર્તમાનનો નિયામક છે.” -ડૉ.બી.આર.આંબેડકર “

“ઈતિહાસ માનવજાતને મળેલી ત્રીજી આંખ છે. શંકરની જેમ એ ત્રીજી આંખ ઉઘાડવાથી નાશ નથી થતો, પણ યોગ્ય રીતે વપરાય તો એ લાંબુ અને અર્થપૂર્ણ આયુષ્ય આપે છે. ઈતિહાસ માત્ર ભૂતકાળની નોંધ જ નથી કરતો. તેમાં ભૂતકાળ સાર્થક કે અનર્થકાળ હતો ને તેવો કેમ હતો તે પણ ઢાંકીને મૂકેલ હોય છે. માણસને સમાજ, પ્રકૃતિ ને સ્વકેન્દ્રીતા આ ત્રણ બાબતોએ મુશ્કેલીમાં મૂકયો છે. સાચો ઈતિહાસ આ ત્રણે બાબતોને વિચારપૂર્વક નાથવાનો પ્રયાસ છે.”

-મનુભાઈ પંચોલી ‘ દર્શક’

ઇતિહાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં ગુલામી અને શોષણના ઇતિહાસની રૂપરેખા તેમજ હજારો વર્ષોની ભારતીય પ્રજાની મથમણાં, કલા, સંસ્કૃતિ, બંધારણીય વિકાસ, ભારતના મહાન રાજવીઓ, પ્રજાતાંત્રીકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો તથા- ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે અભ્યાસ કરવામાં આવે છે. વિભાગ વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે ભીંતપત્ર, પર્યાવરણના ચિત્રો તથા કાવ્યલેખન અને કવિઝનું આયોજન કરેલ છે. વિદ્યાર્થીઓને નજીકના ઐતિહાસિક સ્થળોની – મુલાકાત કરાવે છે.

Ms. ANISHABEN VASAVA