ગુર્જરી ગિરા
જે જન્મતાં આશિષ ‘હેમચન્દ્ર’ની
પામી, વિરાગી જિન સાધુઓ તાણી,
જેને તપસ્યા ગળથૂથીમાં મળી,
રસપ્રભા ‘ભાલણ’ થી લહી જે,
નાચી અભંગે ‘નરસિંહ’- ‘મીરાં,’
‘અખા’ તણે નાદ ચડી ઉમંગે,
આયુષ્મતી લાડકી ‘પ્રેમભટ્ટ’ની,
દ્રઢાયુ ‘ગોવર્ધન’થી બની જે,
અર્ચેલ ‘કાન્તે’ ‘દલપત્તપુત્રે’,
તે ગુર્જરી ધન્ય બની ઋતભરા,
‘ગાંધી’ મુખે વિશ્વમાંગલ્યધામી.
– ઉમાશંકર જોષી
અંતરળીયાળ વિસ્તારના બાળકોનું ગુજરાતી ભાષા સાહિત્યનું શિક્ષણ આપતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા અપાતી ગુજરાતી ભાષા સાહિત્યનુ શિક્ષણથી વિદ્યાર્થીઓ ભાષાકિય સજ્જ થાય તેમજ સાહિત્યની વિસ્તૃત સમજ તેમનામાં કેળવાય ઉપરાંત બાળકના ભાવનાત્મક અને બૌધ્ધિક જગતનો વિકાસ થાય તે આ વિભાગનો મુખ્ય ધ્યેય રહયો છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ મોટા ભાગે અહીંયાની આદિવાસી બોલીમાં વાત-ચીત કરતા હોય છે. આ બાળકોને પ્રશિષ્ઠ ગુજરાતી ભાષા બોલતા તેમને કેળવીએ છીએ. સાહિત્યના તમામ સ્વરૂપોથી અવગત કરવા છંદ, વ્યાકરણ, અને ભાષા વિજ્ઞાનનુ જ્ઞાન આપવુ સર્જક પરીચય, કૃતિઆસ્વાદ, વિવિધ સાહિત્યીક સંસ્થાઓનો પરીચય, વિવિધ સામાયીકોનો પરીચય, કૃતિ કે સર્જકનો તુલનાત્મક પરીચય જેવી વિવિધ માહિતીથી વિદ્યાર્થીઓને સજ્જ રાખીએ છીએ. કાવ્ય પઠન, ગદ્ય પઠન, નિબંધ લેખન, લોકગીત પઠન, કાવ્ય પૂર્તિ, સર્જનાત્મક લેખન જેવી વિદ્યાર્થીઓની આંતરીક શકિતનો વિકાસ થાય. તેમનામાં પડેલી સુષુપ્ત સર્જકતાને જગાડી તેમનામાં આત્મ વિશ્વાસ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.