B. A. is an undergraduate course. In general, Arts can be defined as a broad subdivision of culture composed of many expressive disciplines. B.A. (General) is often referred as simply B.A. or B.A. Pass Course. It is General in the sense that it is not Subject Specific and one can choose a number of combinations of subjects, apart from 1-2 Compulsory Subjects.

ગુજરાતી વિભાગ

ગુર્જરી ગિરા
જે જન્મતાં આશિષ ‘હેમચન્દ્ર’ની
પામી, વિરાગી જિન સાધુઓ તાણી,
જેને તપસ્યા ગળથૂથીમાં મળી,
રસપ્રભા ‘ભાલણ’ થી લહી જે,
નાચી અભંગે ‘નરસિંહ’- ‘મીરાં,’
‘અખા’ તણે નાદ ચડી ઉમંગે,
આયુષ્મતી લાડકી ‘પ્રેમભટ્ટ’ની,
દ્રઢાયુ ‘ગોવર્ધન’થી બની જે,
અર્ચેલ ‘કાન્તે’ ‘દલપત્તપુત્રે’,
તે ગુર્જરી ધન્ય બની ઋતભરા,
‘ગાંધી’ મુખે વિશ્વમાંગલ્યધામી.

ઉમાશંકર જોષી

અંતરળીયાળ વિસ્તારના બાળકોનું ગુજરાતી ભાષા સાહિત્યનું શિક્ષણ આપતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ દ્વારા અપાતી ગુજરાતી ભાષા સાહિત્યનુ શિક્ષણથી વિદ્યાર્થીઓ ભાષાકિય સજ્જ થાય તેમજ સાહિત્યની વિસ્તૃત સમજ તેમનામાં કેળવાય ઉપરાંત બાળકના ભાવનાત્મક અને બૌધ્ધિક જગતનો વિકાસ થાય તે આ વિભાગનો મુખ્ય ધ્યેય રહયો છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ મોટા ભાગે અહીંયાની આદિવાસી બોલીમાં વાત-ચીત કરતા હોય છે. આ બાળકોને પ્રશિષ્ઠ ગુજરાતી ભાષા બોલતા તેમને કેળવીએ છીએ.
સાહિત્યના તમામ સ્વરૂપોથી અવગત કરવા છંદ, વ્યાકરણ, અને ભાષા વિજ્ઞાનનુ જ્ઞાન આપવુ સર્જક પરીચય, કૃતિઆસ્વાદ, વિવિધ સાહિત્યીક સંસ્થાઓનો પરીચય, વિવિધ સામાયીકોનો પરીચય, કૃતિ કે સર્જકનો તુલનાત્મક પરીચય જેવી વિવિધ માહિતીથી વિદ્યાર્થીઓને સજ્જ રાખીએ છીએ. કાવ્ય પઠન, ગદ્ય પઠન, નિબંધ લેખન, લોકગીત પઠન, કાવ્ય પૂર્તિ, સર્જનાત્મક લેખન જેવી વિદ્યાર્થીઓની આંતરીક શકિતનો વિકાસ થાય. તેમનામાં પડેલી સુષુપ્ત સર્જકતાને જગાડી તેમનામાં આત્મ વિશ્વાસ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.

ઈતિહાસ વિભાગ

“જીવનને અનમોલ ગણીએ
ઈતિહાસને સંસ્કૃતિને જાણીએ.”
“ઈતિહાસ ભૂતકાળનો સાક્ષી અને વર્તમાનનો નિયામક છે.”

-ડૉ.બી.આર.આંબેડકર

“ઈતિહાસ માનવજાતને મળેલી ત્રીજી આંખ છે. શંકરની જેમ એ ત્રીજી આંખ ઉઘાડવાથી નાશ નથી થતો, પણ યોગ્ય રીતે વપરાય તો એ લાંબુ અને અર્થપૂર્ણ આયુષ્ય આપે છે. ઈતિહાસ માત્ર ભૂતકાળની નોંધ જ નથી કરતો. તેમાં ભૂતકાળ સાર્થક કે અનર્થકાળ હતો ને તેવો કેમ હતો તે પણ ઢાંકીને મૂકેલ હોય છે.

માણસને સમાજ, પ્રકૃતિ ને સ્વકેન્દ્રીતા આ ત્રણ બાબતોએ મુશ્કેલીમાં મૂકયો છે. સાચો ઈતિહાસ આ ત્રણે બાબતોને વિચારપૂર્વક નાથવાનો પ્રયાસ છે.”

-મનુભાઈ પંચોલી ‘ દર્શક’

અહીં, ઇતિહાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં ગુલામી અને શોષણના ઇતિહાસની રૂપરેખા તેમજ હજારો વર્ષોની ભારતીય પ્રજાની મથમણાં, કલા, સંસ્કૃતિ, બંધારણીય વિકાસ, ભારતના મહાન રાજવીઓ, પ્રજાતાંત્રીકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, સમાજસેવકો તથા- ગુજરાતના ઇતિહાસ અને સંસ્ક્રુતિ વિશે અભ્યાસ કરવામાં આવે છે.

વિભાગ વિદ્યાર્થીઓના સવાર્ગિત વિકાસ માટે ભીંતપત્ર, પર્યાવરણના ચિત્રો તથા કાવ્યલેખન અને કવિઝનું આયોજન કરેલ છે. વિદ્યાર્થીઓને નજીકના ઐતિહાસિક સ્થળોની – મુલાકાત કરાવે છે.

અર્થશાસ્ત્ર વિભાગ

“ જે અર્થશાસ્ત્ર કોઈ પણ વ્યકિતના કે રાષ્ટ્રના વિકાસ અથવા કલ્યાણની આડે આવે………
તથા જે એક દેશને બીજા દેશની લૂંટ ચલાવવાની છૂટ આપે તે અર્થશાસ્ત્ર અનીતિમય છે, પાપરૂપ છે.”

(‘યંગ ઈન્ડિયા’, તા.૧૩-૧૦-૧૯૨૧ ગાંધીજી)

આર્થિક સંપતિ
સંપતિની સામગ્રીતે સર્વ ધનદોલત
તેનો સદુઉપયોગ તે સંપતિ;
દુરુપયોગ તે વિપતિ –અનર્થ;
નિરુપયોગ તે દરિદ્રતા.
-સંક્ષિપ્ત માનવ અર્થશાસ્ત્ર

શ્રમનું ગૌરવ

ગાંધીજીના મતે માનવશ્રમ એ કુદરતે આપેલી બક્ષીસ છે. માનવીએ પોતાના અને સમાજના ઉત્કર્ષ માટે શ્રમ કરવો જ જોઈએ. આળસુ અને બેઠળુ લોકોનું જીવનએ ખરેખર જીવન જ નથી “શ્રમ યજ્ઞ વિના મેળવેલુ અન્ન એ ચોરી સમાન છે. અને તે ખાવુ તે પાપ છે.” ગાંધીજી જીવન માટે આવશ્યક વસ્તુઓ મેળવવા દરેક માણસ જાત મહેનત કરતો થઈ જાય તો આજના ઘણા આર્થિક અને સામાજીક કોયડાઓનો ઉકેલ મળી જાય. જાત મહેનતનાં આ સિધ્ધાંતને “ ઈશ્વરી કાયદો” ગણાવીને સૌએ તેનુ પાલન કરવુ જોઈએ.

– ગાંધીજી

અર્થશાસ્ત્ર વિષયનાં અભ્યાસક્ર્મનાં પુસ્તકો
૧. F.Y.B.A.
• એકમ લક્ષી અર્થશસ્ત્ર ભાગ: ૧ -૨
• ભારતીય અર્થતંત્ર ભાગ: ૧-૨
૨. S.Y.B.A.
• જાહેર અર્થવિધાન ભાગ: ૧-૨
• ભારતીય અર્થતંત્ર ભાગ: ૧-૨
• આર્થિક વિચારધારાનો ઈતિહાસ ભાગ: ૧-૨
૩. T.Y.B.A.
• સામગ્રલક્ષી અર્થશાસ્ત્ર ભાગ: ૧-૨
• વિકાસ અને પર્યાવરણનું અર્થશાસ્ત્ર ભાગ: ૧-૨
• આંતર રાષ્ટ્રીય અર્થશાસ્ત્ર ભાગ: ૧-૨
• પ્રાદેશિક અર્થશાસ્ત્ર ભાગ: ૧-૨
• સંચાલકિય અર્થશાસ્ત્ર ભાગ: ૧-૨
• બેકિંગ અને વિત્તિય બજાર ભાગ: ૧-૨

અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા આ વિસ્તારનાં વિદ્યાર્થીઓ નૈર્સગિક સંપત્તિના ઉપયોગ અને સંચાલન અંગેના મૂલ્યો સમજે એમના જીવનમાં ઉપયોગી થાય અને તેમનો વિકાસ થાય તથા કુટુંબ, ગામનો વિકાસ અંતે દેશનો વિકાસ થાય તે વિભાગનો મુખ્ય હેતુ રહેલો છે.

સંસ્કૃત વિભાગ

विદ્યया ददाति विनयं विनयात् याति पात्रताम् ।
पात्रत्वाद् धनमाप्नेति धनात् धर्म: तत: सुखम् ।।
विદ્યया सर्वमपि प्राप्यते किन्तु धर्म विना सुख नास्ति ।

– सुभाषित

સંસ્કૃત સાહિત્ય જગતનું પ્રાચિનતમ સાહિત્ય છે અનેક ઋષિઓ, ઉપદેશકો તથા મહાકવિઓએ એને સમૃધ્ધ કર્યુ છે. સંસ્કૃત સાહિત્યનો આરંભ ઋગ્વેદના સૂકતોથી થાય છે. તેમજ લૌકિક સાહિત્યની શરૂઆત રામાયણ અને મહાભારતના સર્જનથી થયેલી છે અને આજ સુધી તેણે સમયના વિશાળ ફલક પર પોતાના અસ્તિત્વને ટકાવી રાખ્યુ છે.

દેવ ભાષા સંસ્કૃતએ પ્રાચિન સમયથી ભારતિય સંસ્કૃતિ અને સભ્યતાની વાહક તેમજ સર્વશાસ્ત્રોની જનની રહી છે. તેમાં દર્શનો, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, આયુર્વેદ, ખગોળ, ગણિત, અલંકાર શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, પુરાણ, વાસ્તુશાસ્ત્ર, તન્ત્રશાસ્ત્ર, શબ્દ વ્યુત્પતિશાસ્ત્ર, જેવા અસંખ્ય શાસ્ત્રનો ઉદ્દ્ભવ-વિકાસ અને પ્રચાર થયો છે. આ શાસ્ત્રકારોએ તલસ્પર્શી અભ્યાસ દ્વારા જીવનને વધુ સમૃધ્ધ-સુખદ,આનંદમય બનાવવનો પ્રયત્ન થયો છે. તેમજ તેનો પ્રભાવ વૈશ્વિક સ્તર પર પણ પ્રભાવક રહ્યો છે.

પ્રકૃતિના ખોળે આનંદથી જીવનને માણતા આદિવાસીઓના સંતાનો પ્રકૃતિના ખોળે વિકસેલી સંસ્કૃત ભાષાનું મહત્વ સ્વિકારી તે તરફ અભિમુખ થાય તેવો અમારો પ્રયાસ છે.

હિંન્દી વિભાગ

“ हिंन्दी उन सभी गुणो सें अभकृत है, जिसके बल पर वह विश्वं की साहित्यक भाषाओं की अगली श्रेणी में सभासीन हों सकती हैं ”

– मैथिलीशरण

भारत की राष्ट्रभाषा हिंन्दी दुनिया में दूसरी सबसे अधिक बोली जाने भाषा हैं बहुभाषी भारत के हिन्दी भाषी राज्यो की आबादी ४६ करोड से अधिक है। २०११ कि जनगणना के मुताबिक ४१.०३ की मातृभाषा हिंन्दी हैं, और इसमें दुसरी भाषा के तौर पर हिन्दीं को इस्तेमाल करनेवाले अन्य भारतियों को मिला दिया जाएँ तो देश के लगभग ७५% लोग हिन्दीं भाषी एवं पुरी दुनियां में तकरीबन ८० करोड लोग एसे है जो इसे बोल या समझ सक्ते हैं।

हिन्दी भारत की राजभाषा जो संस्कृत भाषा सें उत्पन्न हुई हे। ४ शताब्दी ईसवी में हिन्दी भाषा ब्रह्मी लिपी लिखि गई थी, लेकिन ११ शताब्दी ईसवी में तयह भाषओ देवनगरी लिपि में लिखि गई हैं। हिन्दी का साहित्य, कहानिर्यां, कविताएं, नाटक और उपन्यास जैसी समृद्ध गध-पध विधाओ सें भरा पडा हैं। हिन्दी साहित्य को चार एतिहासिक चरणो में विभाजित किया जा सकता हैं; आदिकाल (१४०० ईसवीसे पहले), भक्तिकाल (१३७५ – १७००), रीतिकाल (१६०० – १९००), आधुनिक काल (१८५० से अबतक) आदिकाल के वैदिक ग्रंथो, उपनिषदों से लेकर वर्तमान साहित्यने मनुष्य जीवन को सदैव प्रभावित किया है।

साहित्य किसी संकृतिका ज्ञात करने में मह्त्वपूर्ण भूमिका निभाता है। उदाहरण के लिए भक्तिकाल के साहित्य से हमें हिन्दुओ की धार्मिक परंपराओं की जानकारी मिलती है। हिन्दी साहित्य सें ह्म अपनी विरासत के बारे में सीख सकते है। हिन्दी साहित्य में भारतीय सभ्यता और मूल्य सुरक्षित है, वर्तमान पीढ़ी इन्हें अपने जीवन में उतार सकती है। हिन्दी साहित्य में कबीर, तुलसी, प्रेमचंद्र, यशपाल आदि महान कवि एवं लेखको की प्रतिभा सें पूरी दुनिया प्रभावित है। जब ह्मारा देश अग्रेजी सत्ता का ग़ुलाम था तब हिन्दी के महान साहित्यकारो की लेखनी की ओजस्विता राष्ट्र के पूर्व गौरव और वर्तमान दुर्दशा पर केंद्रित थी। इसी दॄष्टि से हिन्दी साहित्य का मह्त्व वर्तमान में भी बना हुआ है। आज के हिन्दी के महान साहित्यकार वर्तमान भारत की समस्याओं को साहित्य में पर्याप्त स्थान दे रहें है।

हर देश की भाषा उनकी संकृति और सभ्यता को पहेचान देती है, साहित्य समाज का दर्पण है। इसलिए यह प्रगति के लिए हमेशा महत्वपूर्ण रहेंगा।

“ हमारी राष्ट्रभाषा का मुख्य उदेश्य राष्ट्रीयता का दृढ निर्माण है। ’’

– चंद्रबली पांडेय