ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદે આવેલ દેડિયાપાડા તાલુકાના આદિવાસી વિસ્તારનાં બાળકોના વિકાસ માટે અમે કટીબધ્ધ છીએ. આજના આ સ્પર્ધાત્મક યુગમાં આ વિસ્તારનાં બાળકોમાં શિક્ષણની ઉણપ ન રહે તેમજ તે દરેક પ્રકારનાં જ્ઞાનથી માહિતગાર થાય તે બાબતને આ કોલેજ પ્રાધાન્ય આપે છે. યુનિવસિર્ટી, ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી સુચવવામાં આવતા દરેક કાર્યક્રમો કરીને આ કોલેજનાં બાળકોનો સર્વાગી વિકાસ કરવાનું અમારું લક્ષ્ય છે. સરકારશ્રીનાં સહયોગથી આ અંતરિયાળ વિસ્તારમાં પણ અમે શિક્ષણનું આ ઉમદાકાર્ય રૂસા, સપ્તધારા, ઉદ્દીશા, N.S.S. જેવી વિવિધ યોજનાઓના લીધે સફળતા પૂર્વક કરીએ છીએ. કોલેજનાં વિદ્યાર્થીઓ સાથે વર્ષ દરમિયાન અભ્યાસક્ર્મ પૂર્ણ કરવાની સાથે સાથે બૌધ્ધિક ચર્ચા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, સાંસ્કૃતિક કાર્યક્ર્મ, રમત-ગમતનાં કૌશલ્યો વિકસાવવા જેવી પ્રવૃતિઓ કરીએ છે. કોલેજની વિશાળ લાયબ્રેરીનો અને તેના વાંચનખંડનો વિદ્યાર્થીઓ ઉચિત ઉપયોગ કરી શકે છે. કુદરતી સૌંદર્યથી આચ્છાદિત કોલેજનું પરીસર વિદ્યાર્થીઓને નીત નવીન સર્જનાત્મક બનાવવા પ્રોત્સાહીત કરે છે. બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય તેજ અમારું ધ્યેય છે.