विદ્યया ददाति विनयं विनयात् याति पात्रताम् ।
पात्रत्वाद् धनमाप्नेति धनात् धर्म: तत: सुखम् ।।
विદ્યया सर्वमपि प्राप्यते किन्तु धर्म विना सुख नास्ति । – सुभाषित
સંસ્કૃત સાહિત્ય જગતનું પ્રાચિનતમ સાહિત્ય છે અનેક ઋષિઓ, ઉપદેશકો તથા મહાકવિઓએ એને સમૃધ્ધ કર્યુ છે. સંસ્કૃત સાહિત્યનો આરંભ ઋગ્વેદના સૂકતોથી થાય છે. તેમજ લૌકિક સાહિત્યની શરૂઆત રામાયણ અને મહાભારતના સર્જનથી થયેલી છે અને આજ સુધી તેણે સમયના વિશાળ ફલક પર પોતાના અસ્તિત્વને ટકાવી રાખ્યુ છે. દેવ ભાષા સંસ્કૃતએ પ્રાચિન સમયથી ભારતિય સંસ્કૃતિ અને સભ્યતાની વાહક તેમજ સર્વશાસ્ત્રોની જનની રહી છે. તેમાં દર્શનો, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, આયુર્વેદ, ખગોળ, ગણિત, અલંકાર શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, પુરાણ, વાસ્તુશાસ્ત્ર, તન્ત્રશાસ્ત્ર, શબ્દ વ્યુત્પતિશાસ્ત્ર, જેવા અસંખ્ય શાસ્ત્રનો ઉદ્દ્ભવ-વિકાસ અને પ્રચાર થયો છે. આ શાસ્ત્રકારોએ તલસ્પર્શી અભ્યાસ દ્વારા જીવનને વધુ સમૃધ્ધ-સુખદ,આનંદમય બનાવવનો પ્રયત્ન થયો છે. તેમજ તેનો પ્રભાવ વૈશ્વિક સ્તર પર પણ પ્રભાવક રહ્યો છે. પ્રકૃતિના ખોળે આનંદથી જીવનને માણતા આદિવાસીઓના સંતાનો પ્રકૃતિના ખોળે વિકસેલી સંસ્કૃત ભાષાનું મહત્વ સ્વીકારી તે તરફ અભિમુખ થાય તેવો અમારો પ્રયાસ છે.